- SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું
- SPના ફેક એકાઉન્ટથી પૈસાની માગણી કરાઈ
- SPએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી
જામનગરના SPના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે. જેમાં SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું છે. SPના ફેક એકાઉન્ટથી પૈસાની માગણી કરાઈ રહી છે. SPએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી છે. તેમજ જામનગર સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
એસ.પી.એ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી
જામનગર જિલ્લા પોલીસ વડાનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જામનગરના એસ.પી.નું ફેક એકાઉન્ટ સામે આવતા ચકચાર મચી છે. SP નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયુ છે. તેમાં જામનગર એસપીના ફેક એકાઉન્ટના માધ્યમથી પૈસાની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે એસ.પી.એ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી છે. આ સમગ્ર મામલે જામનગર સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે.

અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું
અગાઉ IPS હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતુ. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. ફેક FB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું, મારું બનાવટી Facebook એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.


