- કરજણ તાલુકાના સાપા ગામે ભજનમાં જતા હતા
- અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત
- અકસ્માત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ડભોઈના કાયાવરોહણ પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે. ભજનમાં જઈ રહેલા 2 યુવકના અકસ્માતમાં મોત થયા છે. અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત થયો છે. કાયાવરોહણ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જ્યો છે. જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાયાવરોહણ પાસે બે મિત્રોને અકસ્માત થયો
વડોદરાના કાયાવરોહણ પાસે બે મિત્રોને અકસ્માત થતા સ્થળ પર જ મોતને ભેટ્યા છે. ભજનમાં જઈ રહેલા બે મિત્રોને કાયાવરોહણ ચાર રસ્તા નજીક અકસ્માત નડ્યો છે. ડભોઇ તાલુકાના કાયાવરોહણ ચાર રસ્તા નજીક ઘટના બની છે. ડભોઇ ધરમપૂરી ગામના 2 યુવાનો કરજણ તાલુકાના સાપા ગામે ભજનમાં જતા હતા. કાયાવરોહણ ચાર રસ્તા નજીક સામેથી આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી છે. બાઈક પર જઈ રહેલા બંને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયુ છે.
પુરપાટ ચાલતી ગાડીઓના બેફામ ડ્રાઇવરો બેકાબુ
ધરમપૂરી ગામના તુષાર મહેશ ગિરિ સાથે રાજેશ રાવજી રાઠોડીયાનું મૃત્યુ નિપજ્યુ છે. પોલીસે બંનેના મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ મોકલી પી.એમ.કાર્યવાહી હાથ ધરી છે. અવાર નવાર માર્ગ અકસ્માતમાં યુવાનો મૃત્યુ પામી રહ્યાં છે. જેમાં પુરપાટ ચાલતી ગાડીઓના બેફામ ડ્રાઇવરો બેકાબુ થયા છે. ત્યારે આ પ્રકારના અકસ્માત બને છે.


