- કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- સુરત, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી
- અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેની સાથે જ ખેડૂતોની પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વરસાદ સાથે ઠંડીનો પાર ગગડશે
વરસાદના કારણે ફરી એકવાર ઠંડીનો પાર ગગડી શકે છે. જેમાં કેટલાંક શહેરોમાં મહત્તમ તાપમાન પણ નીચે જઈ શકે છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી 1 થી 2 ડિગ્રી નીચે જઈ શકે છે. જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.


