- મનીષ સિસોદિયા હજુ જેલમાંથી બહાર નહીં આવે
- રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ચુકાદો આપ્યો
- જ્યુડિશિયલ કસ્ટડી 19 જાન્યુઆરી સુધી વધારી દીધી
દિલ્હી લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયા હજુ જેલમાંથી બહાર નહીં આવે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસ સાથે સંબંધિત CBI કેસમાં મોટો ચુકાદો આપ્યો અને મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 19 જાન્યુઆરી સુધી વધારી દીધી. આ આદેશનો અર્થ એ છે કે મનીષ સિસોદિયા હવે જેલમાં જ નવું વર્ષ ઉજવશે.
સીબીઆઈએ કોર્ટને કહ્યું કે ચાર્જશીટ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો તમામ આરોપીઓને આપી દેવામાં આવ્યા છે
મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લઈને કેસની સુનાવણી કરી હતી. દિલ્હી લીકર પોલીસી કેસના આરોપી મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વતી, ચાર્જશીટના દસ્તાવેજો તપાસવા/મેચ કરવા માટે સીબીઆઈ ઓફિસમાં જવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લઈને કેસની સુનાવણી કરી હતી
કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટને કહ્યું કે ચાર્જશીટ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો તમામ આરોપીઓને આપી દેવામાં આવ્યા છે. કોર્ટે સીબીઆઈના તપાસ અધિકારીને ડીવીડી ફોર્મેટમાં ચાર્જશીટની નકલ આરોપીઓને આપવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓના વકીલો સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે તમે લોકો જાણીજોઈને કેસની સુનાવણીમાં વિલંબ કરવા માંગો છો. આ પછી, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી 2024 સુધી વધારી દીધી.
હાલમાં જ સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ફેબ્રુઆરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા તેઓ અરવિંદ કેજરીવાલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. તેમની પાસે બીજા ઘણા વિભાગો પણ હતા. હાલમાં જ સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. તાજેતરમાં જ મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને 6 કલાક સુધી મળવાની મંજૂરી આપવામાં આવી હતી.


