- વિદેશના બાયરો માટે આ પ્રશ્ન નડવાનો છે: દિનેશ નાવડિયા
- ‘ડ્રાય સ્ટેટમાં છૂટછાટ ન હોય એવુ લોકોનું માનવુ છે’
- દારુ પીવો એ વ્યક્તિગત નિર્ણય છે: દિનેશ નાવડિયા
ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સીટી)માં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. જેના પગલે હવે દુનિયાના સૌથી વિશાળ ડાયમંડ હબ એવા ડાયમંડ બુર્સમાં પણ દારૂબંધી અંગે સરકારે વિચારણા કરવી જોઇએ તેવો મત રજુ થઈ રહ્યો છે.
એક તરફ સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટી ડાયમંડ હબ છે જ્યાં દુનિયાભરમાંથી બાયરો આવી શકે છે. આ સ્થિતિમાં ત્યાં વિદેશી બાયરોને આકર્ષવા માટે દારૂની છૂટછાટ આપવા અંગે સરકારે વિચારણા કરવી જોઇએ તેવો મત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
ડાયમંડ એસો.ના ચેરમેન દિનેશ નાવડિયા જણાવ્યું કે, ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટુ હબ છે ત્યારે ગિફ્ટી સીટીની જેમ સરકારે ડાયમંડ બુર્સ માટે પણ છૂટ અંગે વિચારવું જોઈએ. સરકારે વેપાર માટે બજેટમાં પણ છૂટછાટ આપી છે તો આ પ્રકારની છૂટછાટથી વિદેશી બાયરો માટે લાભદાયી બની શકે છે.
આ સાથે જ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું કે, વિદેશી ડાયમંડ બાયરોનું એવું માનવું છેકે, ડ્રાય સ્ટેટમાં છૂટછાટ ન હોય. તેમજ વિદેશના લોકો માટે છાશની જેમ આલ્કોહોલ લે છે. આ સ્થિતિમાં સરકારે બુર્સ માટે પણ છૂટ અંગે વિચારવુ જોઈએ. તેમજ દારુ પીવો એ વ્યક્તિગત નિર્ણય છે. જેના અંગે વિચારણા થવી જ જોઇએ.

સરકારે પરિપત્ર જાહેર કર્યો
ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઈન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.


