- કર્મચારીઓ, માલિકોને લીકર એક્સેસ પરમિટ અપાશે
- ગીફ્ટ સીટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉભી કરાશે
- ગીફ્ટ સીટીના હોટલ કે ક્લબમાં દારૂનું વેચાણ થઈ શકશે નહીં
ગુજરાત સરકારે ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપી છે. સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે ગિફ્ટ સિટી ખાતે કર્મચારીઓ, અધિકારીઓ અને અધિકૃત મુલાકાતીઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અને અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારૂના સેવન માટે મુક્તિ આપી છે.
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર ગુજરાત ઈન્ટરનેશનલ ફઈનાન્સિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ ગ્લોબલ ફઇનાન્સિયલ અને ટેકનોલોજીનું હબ છે. આર્થિક ગતિવિધિઓથી ધમધમતા આ સ્માર્ટ સિટીમાં લાંબા સમયથી લિકરની પરમિશન આપવા માટે માંગ કરવામાં આવી રહી હતી. ગિફ્ટ IFSCમાં કામ કરતા કર્મચારીઓ અને દેશ વિદેશથી આવતા મુલાકાતીઓ માટે ઘણા સમયથી લિકર ફ્રી ઝોન જાહેર કરવા માટે માગ કરી રહ્યા હતા. આજે ગુજરાત સરકારે ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કર્યા છે.
નશાબંધી અને આબકારી વિભાગની યાદી મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ, માલિકોને લિકર એકસેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ ગિફ્ટ સિટીમાં ‘વાઈન એન્ડ ડાઈન’ આપતી હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ, કલબમાં લિકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ અને કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લિકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. હાલ ગિફ્ટ સિટીમાં એક હોટેલ અને એક ક્લબ કાર્યરત છે. જોકે આ બંનેમાં બાર કે વાઈન એન્ડ ડાઈન’ની સગવડતા નથી.
બોટલનું વેચાણ કરી શકાશે નહીં
ગિફ્ટ સિટી માટેની લિકર પોલિસી મુજબ અંદર આવેલી અને આવનારી આવનાર હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ અને કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી એટલે કે FL-3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ રેસ્ટોરેન્ટ, હોટેલ અને ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. બોટલનું વેચાણ થઈ શકશે નહીં.
નશાબંધી વિભાગ નિયંત્રણ કરશે
રાજ્યનો નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ FL-3 પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરેન્ટ અને કલબ દ્વારા કરવામાં આવતા લિકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લિકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે. ગિફ્ટ સિટીમાં મોટાભાગે વિદેશી કંપનીઓ સક્રિય છે અને અહીંથી વિદેશમાં વેપાર થાય છે. ઘણી જગ્યાએ સાથે બેસીને લીકારનું સેવન કરવું તે ‘સોશિયલ કલ્ચર’ માનવામાં આવે છે.


