- ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવે બનાવ્યો માસ્ટર પ્લાન
- સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં કરશે તપાસ
- બંને ટીમોમાં કરાયો છે આઠ-આઠ પોલીસકર્મીઓનો સમાવેશ
ગાંધીનગર રેન્જ IG દ્વારા ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગતા ફરતા ગુનેગારો માટે ખાસ ટીમની રચના કરી છે. ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્ર યાદવ દ્વારા ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે બે ટીમ બનાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જ IG દ્વારા ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે બનાવવામાં આવેલ બંને ટીમમાં આઠ-આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ માસ માટે આ બંને ટીમો ગાંધીનગર રેન્જમાં ભાગતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી કરશે.
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક ટીમ સાબરકાંઠા, મહેસાણાના ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે કામ કરશે. જ્યારે, બીજી ટીમ ગાંધીનગર અને અરવલ્લીમાં ભાગતા ફરતા આરોપીઓને માટે કામ કરશે.


