- યાત્રીઓને ગેરકાયદે મોકલવા મુદ્દે શશી રેડ્ડીનો મોટો ગોરખધંધો
- શશી રેડ્ડી બાદ ગુજરાતનું મહેસાણા કનેક્શન આવ્યુ બહાર
- મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા એજન્ટો ભૂગર્ભમાં
ફ્રાન્સમાં અટકાયત કરાયેલા યાત્રીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં યાત્રીઓને ગેરકાયદે મોકલવા મુદ્દે શશી રેડ્ડીનો મોટો ગોરખધંધો સામે આવ્યો છે. શશી રેડ્ડી બાદ ગુજરાતનું મહેસાણા કનેક્શન બહાર આવ્યુ છે. તેમાં મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યાં છે.
મહેસાણાના બે યુવકો વચેટિયાની ભૂમિકા ભજવતા હોવાનું ખુલ્યુ
મહેસાણાના બે યુવકો વચેટિયાની ભૂમિકા ભજવતા હોવાનું ખુલ્યુ છે. જેમાં રાજુ સરપંચ અને કિરણ પટેલનું નામ બહાર આવતા ભૂગર્ભમાં ગયા છે. ઉત્તર ગુજરાતના લોકલ એજન્ટો અંગે તપાસ શરુ કરાઈ છે. તેમજ સમગ્ર ઘટનામાં સ્ટેટ ઈન્ટેલિજન્સ અને CID તપાસમાં જોડાઈ છે. ભારતીય દૂતાવાસે તમામ પ્રવાસીઓની યાદી મંગાવી છે. તથા અગાઉ પાંચ ચાર્ટડ ફ્લાઈટમાં 1200 પ્રવાસીઓ અમેરિકામાં ઘૂસ્યા હતા. ત્યારે ગુજરાતમાં CID ક્રાઈમે વિઝા એજન્ટો પર તવાઈ બોલાવી હતી.
1200થી વધુ ભારતીયો ગેરકાયદેસર અમેરિકા ગયાની હોવાની શંકા
અગાઉ પાંચ વખત આ રૂટથી ભારતીય પેસેન્જરો નિકારાગુઆ અને ત્યાંથી ગેરકાયદે અમેરિકા પહોચ્યા હોવાની વાત સામે આવી છે. અત્યાર સુધીમાં આ પ્રકારે 1200થી વધુ ભારતીયો ગેરકાયદેસર અમેરિકા ગયાની હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે કબૂતરબાજીના સૌથી મોટા કૌભાંડની શંકાએ ભારતીય ઇમીગ્રેશન વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઇમીગ્રેશન માફ્યિા શશી રેડ્ડી દ્વારા દુબઇથી નિકારાગુઆ થઇને અમેરિકા ગયેલા તમામ ભારતીયોની યાદી રોમાનીયાની લિજેન્ડ એરલાઇન પાસે મંગાવી છે. તેમજ સ્ટેટ ઇન્ટેલીજન્સ વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરાઇ છે.


