- બે યુવાનોને ટ્રેલરે અડફેટે લેતા અકસ્માતમાં એક યુવાનનુ ઘટનાસ્થળે મોત
- ગંભીર ઈજાગ્રસ્તને મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો
- મૃતકની લાશને 108 દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી
સાંતલપુર તાલુકાના રાજુસરા પાટીયા નજીક બાઈકમાં સવાર બે યુવાનોને ટ્રેલરે અડફેટે લેતા અકસ્માતમાં એક યુવાનનુ ઘટનાસ્થળે મોત નિપજયુ હતુ. જ્યારે એક યુવાન ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા રિફર કરવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વધુમાં પ્રાપ્ત થતી રાજુસરા ગામે રહેતા હાજી અલિમામદ ભટ્ટી અને શબ્બિર જુમા હિંગોરજા જીરાના પાકમાં નિંદામણ કરી બાઈકમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે શનિવારે મોડી સાંજે બાઈકમાં સવાર બન્ને યુવાનોને ટ્રેલર ચાલકે અડફેટે લીધા હતા અને ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યુ હતુ.અકસ્માતમાં બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમાં હાજી અલિમામદ ભટ્ટી રહે.ટગા, તા.રાપરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું. જ્યારે કે શબ્બિર જુમા હિંગોરજા ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હતો. જયારે કે મૃતકની લાશને 108 દ્વારા સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના જાણ થતા સ્થાનિક પોલીસ દ્વારા લાશનુ પંચનામુ કરી રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને લાશને વાલીવારસોને સોંપવામાં આવી હતી.


