- મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી પોલીસે દબોચ્યા
- રૂ. 24,530ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આદરી
- બે ઈસમોને એક દેશી પિસ્ટલ સાથે સેવાલિયા પોલીસે ઝડપી પાડયો હતો
ગળતેશ્વર તાલુકાના સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમિયાન ચામુંડા ટ્રાવેલ્સમાંથી બે ઈસમોને એક દેશી પિસ્ટલ સાથે સેવાલિયા પોલીસે ઝડપી પાડયો હતો. અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર નવી ચેક પોસ્ટ ઉપર સેવાલિયા પીએસઆઇ એમ. એચ. રાવલ, કિરીટભાઈ ધુરાભાઈ, ગીરીશ મોહનભાઇ, કિરીટ જેસિંગભાઈ વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન મધ્યપ્રદેશથી રાજકોટ તરફ્ જતી ચામુંડા ટ્રાવેલ્સ નંબર GJ-03-AX-9853માંથી ભારતીય હાથ બનાવટની લોખંડની દેશી પિસ્ટલ સાથે આરોપી (1) અરૂણ દિલીપભાઈ પાસવાન(ઉ.વ. 24, રહે. રામપાર્ક સોસાયટી, રાજકોટ)(2)ભાવેશભાઈ સતિષભાઈ ધોળકિયા(ઉ.વ. 26, રહે. માલધારી સોસાયટી, રાજકોટ)ને લોખંડની મેગેજિન વાળી દેશી પિસ્ટલ નંગ-1, કિંમત રૂ. 10,000 તેમજ આરોપીઓની અંગઝડતી મળી કુલ રૂ. 24,530ના મુદામાલ સાથે પકડી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


