- સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવ્યા
- શનિ અને રવિવારના દિવસોમાં 1.20 લાખ પ્રવાસીઓ આવ્યા
- સોમવારે પણ SOU પ્રવાસીઓ માટે ખુલ્લું રહશે
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં બન્યા બાદ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. નાતાલની રજાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે રેકોર્ડ બ્રેક 80,000 પ્રવાસીઓ ઉમટ્યા છે. શનિ અને રવિવારના દિવસો માં 1.20 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. SOU પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલ ક્રિસમીસની રજાઓ ચાલી રહી છે. નાતાલની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજ રોજ રેકોર્ડ બ્રેક 80,000 પ્રવાસીઓએ મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં શનિ અને રવિવાર ના દિવસો માં 1.20 લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા વધુ 45 બસો મુકવાની ફરજ પડી છે જોકે સોમવારે મેન્ટેનશ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ. આવતી કાલે સોમવારે પણ SOU પ્રવાસીઓ માટે ખુલ્લું રહશે. આ સાથે આવતી કાલે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ખસારો થવાની શક્યતા વર્તાઇ રહી છે. જેને લઇ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સુરક્ષા-વ્યવસ્થા વધારી દીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રર્યટકો માટે ગુજરાત ST બસો પણ મુલકવામાં આવી છે.


