- ખનીજચોરી કરવા ટ્રેક્ટર ખાડામાં ઉતારતો વીડિયો વાયરલ
- બ્લાસ્ટ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે
- 200 ફૂટ ઉંડા ખાડા કરી 150 ફુટ જેટલી સુરંગ બનાવી ચોરી
સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ ચોરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખનીજચોરી કરવા ટ્રેક્ટર ખાડામાં ઉતારતો વીડિયો વાયરલ થયો છે. તેમજ બોમ્બ દ્વારા બ્લાસ્ટ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બ્લાસ્ટ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે.
પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખતાં પહેલા લખાણ લખાવે છે
200 ફૂટ ઉંડા ખાડા કરી 150 ફુટ જેટલી સુરંગ બનાવી ચોરી કરતા હતા. પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખતાં પહેલા લખાણ લખાવે છે. કંઇપણ થશે તો જવાબદારી શ્રમિકોની રહેશે. ભેખડો ધસી પડતા અનેક વખત શ્રમિકોના મોત થયા છે. પરિવારોને રૂપિયા આપીને મામલો રફેદફે થઇ જાય છે. પોલીસને જાણકારી હોવા છતાં આંખ આડા કાન થઇ રહ્યાં છે. ખનીજચોરી કરવા ટ્રેક્ટર ખાડામાં ઉતારતો વિડિયો વાયરલ થયો છે. બ્લાસ્ટ સમયે આજુબાજુ રહેતાં લોકોનાં જીવ તાળવે ચોંટી જાય છે.
200 ફૂટ ઉંડા ખાડા કરીને અંદર 150 ફુટ જેટલી સુરંગો બનાવી
200 ફૂટ ઉંડા ખાડા કરીને અંદર 150 ફુટ જેટલી સુરંગો બનાવી ખનીજચોરી કરાય છે. નીચે સુરંગોમાં હજારો લોકો કોલોસો કાઢવાની કામગીરીમાં જોડાય છે. જેમાં પરપ્રાંતિય મંજુરો પાસેથી કામે રાખતાં પહેલા લખાવી લેવામાં આવે છે કે કંઇપણ થશે તો જવાબદારી આપની રહેશે. તેમજ સુરંગોમાં કામ કરતાં કરતાં ભેખડો ધસી પડે તો મજુરોના મોત અનેક વખત થયાં છે. પરિવારોને રૂપિયા આપીને મામલો રફેદફે થય જાય છે. પોલીસને સંપૂર્ણ જાણકારી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી થતી નથી.


