- રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી
- છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો
- આ પ્રકારના 70 કરતા વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત
મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં મોટા ખુલાસા થયા છે. જેમાં રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી. છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો છે. આ પ્રકારના 70 કરતા વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત છે.
અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યમાં જતી
અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યમાં જતી હતી. મુખ્ય ગ્રુપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરતા હતા. ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે.
ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળે તેવું નેટવર્ક હતુ. મહેસાણામાં ખાણ અને ખનિજના અધિકારીઓની જાસૂસી મામલે પોલીસની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો છે.
રાજ્ય વ્યાપી અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યના ખનીજ ચોરો સુધી પહોંચી જતી હતી.
અધિકારીઓની જાસૂસી 2 વર્ષ કરતા વધુ સમયથી થતી
ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી 2 વર્ષ કરતા વધુ સમયથી થતી હતી. આ હકીકતની જાણ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને કેમ ન થઈ? તે એક સવાલ છે. આ પ્રકારના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે. દર આતરે દિવસે ખાણ અને ખનીજની ઓફિસમાં જોવા મળતા આવા લોકોએ અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું? તે એક સવાલ છે. જાસૂસી કાંડનું તથ્ય શુ? તે પણ તપાસનો વિષય છે. ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળી જાય તે પ્રકારનું નેટવર્ક હતું. ગાડી ઓફિસથી ઉપડે અને વિગત મળે તો કોની સંડોવણી હોઈ શકે? તે પણ એક સવાલ છે.


