- ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરૂ કરવામાં આવશે
- IPDની સેવા PMના હસ્તે શરૂ કરવા સમય મંગાયો
- લોકોને સર્જરી કરાવવા માટે હવે દિલ્હી જવું નહીં પડે
રાજકોટના એઈમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરૂ કરવામાં આવશે. IPDની સેવા PMના હસ્તે શરૂ કરવા સમય મંગાયો છે. લોકોને સર્જરી કરાવવા માટે હવે દિલ્હી જવું પડશે નહી.
શહેરની એઈમ્સ હોસ્પિટલ 250 બેડ, ચાર ઓપરેશન થિયેટર સાથે શરૂ થશે
શહેરની એઈમ્સ હોસ્પિટલ 250 બેડ, ચાર ઓપરેશન થિયેટર સાથે શરૂ થશે. તેમાં પ્રતિ બેડનો ચાર્જ 20થી 25 રૂપિયા રહેશે. સૌરાષ્ટ્રના લોકોને સર્જરી કરાવવા માટે હવે દિલ્હી જવું પડશે નહિ. જેમાં ટૂંક સમયમાં આઈપીડીની સેવા શરૂ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના લોકોને ફાયદો થશે. રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું 79 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, તેમ સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ. એમબીબીએસના વર્ગો શરૂ થયા છે, અને આરોગ્ય સંસ્થામાં ઓપીડી સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે.

એઈમ્સ હોસ્પિટલની મુખ્ય ઇમારત સહિત બિલ્ડિંગ રૂપિયા 1,195 કરોડના ખર્ચે બની
રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંડેરી અને પરા પીપળીયા ગામની રેવન્યુ વિસ્તારમાં 201 એકર જમીન પર રાજકોટ એઈમ્સ હોસ્પિટલની મુખ્ય ઇમારત સહિત કુલ 25 બિલ્ડિંગ અંદાજિત રૂપિયા 1,195 કરોડના ખર્ચે બની રહી છે. જિલ્લા સત્તાધિકારીના જણાવ્યા મુજબ, AIIMS રાજકોટે દર્દીઓના તમામ પાસાઓની કાળજી લેવા માટે પૂરતી સંખ્યામાં ફેકલ્ટી, વરિષ્ઠ અને જુનિયર રેસિડેન્ડ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં પાંચ માળ છે, જેમાં રેડિયોથેરાપીની સુવિધા બેઝમેન્ટમાં હશે, જ્યારે ડૉકટર્સનો રૂમ, લેબોરેટરી કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. ICU, વિવિધ વોર્ડ, કન્સલ્ટન્ટ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ ઓપરેશન થિયેટર પહેલા માળે હશે. લેક્ચરર્સ રૂમ, વિવિધ વોર્ડ, ઓપરેશન થિયેટર બીજા માળે હશે, જ્યારે વોર્ડ અને ડોક્ટર્સ રૂમ ત્રીજા, ચોથા અને પાંચમા માળે હશે.


