- નકલી આધાર કાર્ડ બનાવનાર 3 ઝડપાયા
- 4 હજારથી 13 હજાર લઈ બનાવતા નકલી આધાર કાર્ડ
- દુકાન ખોલીને આધાર કાર્ડના મસમોટા કૌભાંડની શરૂઆત કરી
રાજ્યભરમાં નકલીની બોલબાલા છે. જેમાં નકલી કચેરી બાદ હવે નક્કી આધાર કાર્ડ સામે આવ્યું છે. તેમાં ઉનામાં નકલી આધાર કાર્ડ કૌભાંડ ઝડપાયું છે. જેમાં નકલી આધાર કાર્ડ બનાવનાર 3 લોકો ઝડપાયા છે. તેમજ રૂપિયા 4 હજારથી 13 હજાર લઈ નકલી આધાર કાર્ડ બનાવતા હતા.
નકલી આધાર કાર્ડ કૌભાંડમાં અસલમ શેખ, સબીર સુમરા, ભુરો મન્સુરી ઝડપાયા
નકલી આધાર કાર્ડ કૌભાંડમાં અસલમ શેખ, સબીર સુમરા, ભુરો મન્સુરી ઝડપાયા છે. ઉના ગીર સોમનાથમાંથી નકલી આધાર કાર્ડ કૌભાંડ ઝડપાયુ છે. ઉના બસ સ્ટેશન પાસેથી આ કૌભાંડ ચાલતુ હતુ. જેમાં નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી કચેરી બાદ હવે નક્કી આધાર કાર્ડ કૌંભાડ સામે આવતા ચકચાર મચી છે. ત્યારે નકલી આધાર કાર્ડ બનાવનાર ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા છે. આરોપી 4 હજારથી 13 હજાર રૂપિયામા નકલી આધાર કાર્ડ બનાવી આપતા હતા.

કૌભાંડનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો
ગીર સોમનાથના ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવવાના મોટો કૌભાંડનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ખરેખરમાં, ઉનામાં બસ સ્ટેશનની નજીક એક શખ્સ કોઇપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો, આ બતામીના આધારે પોલીસે અચાનક દરોડાના કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે આરોપી શખ્સ સહિત દુકાનમાંથી કોમ્પ્યૂટર અને અન્ય બીજા સાધનોને કબજો કર્યા હતા. પોલીસની પુછપરછમાં અન્ય શખ્સો પણ આ મોટા કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યુ હતુ.
દુકાન ખોલીને આધાર કાર્ડના મસમોટા કૌભાંડની શરૂઆત કરી
નકલી આધાર બનાવી આપનારો આરોપી શખ્સ આ પહેલા એક બેન્કમાં આધાર કાર્ડનું કામ કરતો હતો, જ્યાં તે આધારમાં જરૂરી સુધારા વધારા કરતો હતો, જોકે, ત્યાં પણ તેની ગતિવિધિઓ શંકાસ્પદ લાગતા તેને નોકરીમાથી કાઢી મુકાયો હતો. આ પછી આરોપી શખ્સે ઉના બસ સ્ટેશન નજીક એક દુકાન ખોલીને આધાર કાર્ડના મસમોટા કૌભાંડની શરૂઆત કરી હતી.


