- કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ર્ફ્સ્ટ નિમિત્તે પોલીસનો એક્શન પ્લાન તૈયાર
- કાર્નિવલમાં પોલીસ ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં તૈનાત રહેશે
- ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પોલીસે 39 લોકોને ઝડપીને કેસ કર્યા
શહેરમાં થર્ટી ર્ફ્સ્ટ અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં 17 જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી કરવામાં આવશે. ત્યારે કાંકરિયા કાર્નિવલમાં 2 ડીસીપી, 6 એસીપી, 16 પીઆઇ, 63 પીએસઆઇ, 13 મહિલા પીએસઆઇ, 760 પોલીસ જવાનો, 250 મહિલા પોલીસ, એસઆરપીની એક કંપની અને 150 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહેશે. ત્યારે ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાય તે માટે એક જેસીપી, બે ડીસીપી, એક એસીપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિત 350 ટ્રાફ્કિ જવાનો તૈનાત રહેશે. તેમજ ત્રણ શિફ્ટમાં પોલીસે રાઉન્ડ ઘ ક્લોક બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીમાં શહેરીજનો રાત્રે 11.55 થી 12.30 સુધી ફ્ટાકડા ફેડી શકશે. જેમાં જાહેર માર્ગો અને સાઇલેન્ટ ઝોનમાં ફ્ટાકડા ફેડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
શહેરમાં નવા વર્ષની ઉજવણી અને કાંકરિયા કાર્નિવલને લઇને પોલીસ એલર્ટ થઇ ગઇ છે. જેમાં કાંકરિયામાં સાત ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ત્યારે દરેક ગેટ પર છેડતીના બનાવો રોકવા મહિલા શી ટીમ તૈનાત રાખવામાં આવશે. તેમજ સવારે 10 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પોલીસે 39 લોકોને ઝડપીને કેસ કર્યા
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ દારૂને લઈને પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી છે. ત્યારે 24 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધીની ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા અમદાવાદ પોલીસે જુદા જુદા વિસ્તારમા ચેકીગ કરીને 39 લોકોને પીધેલા ઝડપીને તેમની વિરુદ્ધ ગુના નોંધ્યા છે. આ ઉપરાંત ડીજીપીના આદેશની પ્રોહિબિશ ડ્રાઇવ 1 જાન્યુઆરી સુધી અમલ રહેશે. ત્યારે પોલીસે દારૂના 132 કેસો કરીને 96 આરોપીની ધરપકડ કરી છે.


