- પગારદાર સિવાયના કરદાતાઓએ જૂના ટેકસ સ્લેબમાં જવા અલગ ફોર્મ ભરવું પડશે
- વહેલા ફાઇલ કરી શકાય તે હેતુથી આઇટીના ફોર્મ-1 અને 4 જાહેર, ફોર્મ 6, 7, 8 હજુ બાકી
- નવા ફોર્મમાં નવી કોલમો પણ ઉમેરવામાં આવી છે
પગારદાર કરદાતાઓ અને ઉચ્ચકવેરા ભરતા કરદાતાઓ માટે ઇન્કમટેકસના ફોર્મ-1 અને ફોર્મ-4 જાહેર કરી દેવાયા છે. જ્યારે ફોર્મ- 6,7,8 હજુ જાહેર કરાયા નથી. જે ટૂક સમયમાં જાહેર કરવામાં આવશે. દર વર્ષે કરદાતાઓ સમયસર ફોર્મ ભરી શકતા નહીં હોવાથી આ વર્ષના અંત પહેલા જ નવા બે આઇટી ફોર્મ બહાર પાડી દેવામાં આવ્યા છે. નવા ફોર્મમાં નવી કોલમો પણ ઉમેરવામાં આવી છે. બેન્કના ખાતાના પ્રકાર અને બેન્ક ખાતાઓની માહિતીની સાથે વર્ષ દરમિયાન કરેલા ટ્રાન્ઝેકશનની માહિતી અને ક્રિપ્ટો કરન્સીની કોલમ પણ ઉમેરવામાં આવી છે.
હાલ 31 ડિસેમ્બર સુધીમાં તમામ કરદાતાઓને રિટર્ન પેનલ્ટી સાથે ભરી દેવાની છેલ્લી તક આપવામાં આવી છે. જે કરદાતાઓ ફોર્મ ભરી શક્યા નથી તેમના માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ નકકી કરાઇ છે. સીબીડીટીએ વર્ષ 24-25 માટેના નવા બે ફોર્મ જાહેર કરી દીધા છે તેની પાછળનો હેતુ એવો છે કે, કરદતાઓ સમયસર તેમના રિટર્ન ફાઇલ કરી શકે. દર વર્ષ રિટર્નની મુદત લંબાવવી પડે છે. ત્રણ ફોર્મ હજુ બહાર પાડવાના બાકી છે. નવા ફોર્મ-1 પગારદાર કરદાતાઓ માટે સહજ ફોર્મ છે અને ફોર્મ -4 સુગમ ફોર્મ ઉચ્ચકવેરા ભરતા કરદાતાઓ માટે છે. નાણામંત્રાલયે નવો ટેકસ સ્લેમ પણ જાહેર કર્યો છે પણ પગારદાર કરદાતાઓ સિવાય તમામ કરદાતાઓએ જૂના ટેક્સ સ્લેબમાં જવા માટે રિટર્ન ફાઇલ કરતી વખતે ફોર્મ-10 આઇઇએ પણ ફરજિયાત ફાઇલ કરવું પડશે. જેમાં બિઝનેસમેનો પણ આવી જશે. સૂત્રોએ જણાવ્યુ કે, નવા બે ફોમમાં નવી કોલમો ઉમેરાઇ છે તેની માહિતી આઇટી ર્રિટર્નમાં દર્શાવવી પડશે. જો સાચી માહિતી આપવામાં નહીં આવે રિટર્નમાં સ્કૂટીની નિકળશે તો કરદાતાઓએ તેના સાચા જવાબ આઇટી વિભાગને આપવા પડશે. ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન ભરી શકાશે. આખા વર્ષની ડિટેઇલ એટલે કે રેકર્ડ આપવો પડશે. આવક, બચત અને ટીડીએસની માહિતી દર્શાવવી પડશે સામાન્ય રીતે નવા ફાર્મ અને એેપ્રિલમાં જાહેર કરતા હોય છે પણ આ વર્ષે વહેલા જાહેર કરી દેવાયા છે.


