- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
- આ સિરીઝની પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાશે
- આફ્રિકન ખેલાડીઓએ માટે કોહલીને સૌથી મોટો ખતરો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાને 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે, જેની પ્રથમ મેચ 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેચ પહેલા સાઉથ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાથી લઈને કગિસો રબાડા સુધીના દરેક જણ વિરાટ કોહલીથી ડરે છે.
વિરાટ કોહલીના ડરથી પરેશાન
વિરાટ કોહલીએ પણ સાઉથ આફ્રિકામાં ટેસ્ટમાં ઘણા રન બનાવ્યા છે, અને લગભગ તમામ સાઉથ આફ્રિકાના બોલરોને પરેશાન કર્યા છે. આ જ કારણ છે કે આ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન સહિત તમામ ખેલાડીઓએ વિરાટ કોહલીને પોતાની ટીમ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.
ટેમ્બા બાવુમાએ કહ્યું: “ભારતીય બેટિંગ લાઇન અપમાં વિરાટ કોહલી સૌથી મોટો ખતરો છે.”
માર્કો યાન્સને કહ્યું: “વિરાટ કોહલી સામે બોલિંગ કરવી મુશ્કેલ છે. તે બોલરની શક્તિઓ, નબળાઈઓ બધું જ જાણે છે.”
કેશવ મહારાજે કહ્યું: “વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટની રમત જાણે છે. તેણે ઘણી વખત અને ઘણી ટીમો સામે સદી ફટકારી છે. તમે રાતોરાત 50+ ની સરેરાશ કરી શકતા નથી.”
એડન માર્કરામે કહ્યું: “વિરાટ કોહલી એક કટ્ટર હરીફ છે. વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સામે રમવું હંમેશા મુશ્કેલ અને ખૂબ જ પડકારજનક હોય છે.”
કગિસો રબાડાએ કહ્યું: “હું હંમેશા શ્રેષ્ઠ ખેલાડી સામે રમવા માટે તૈયાર છું, અને વિરાટ કોહલી એક મહાન ખેલાડી છે, હું વિરાટ કોહલી સામે રમવા માટે ઉત્સુક છું.”
સેન્ચુરિયનમાં વિરાટે સદી ફટકારી હતી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેદાન પર જ વિરાટ કોહલીએ 2018ના પ્રવાસ દરમિયાન શાનદાર ઇનિંગ રમી હતી. તે મેચમાં, સાઉથ આફ્રિકાની ખતરનાક બોલિંગ લાઇન-અપ સામે તમામ ભારતીય બેટ્સમેનોનો પરાજય થયો હતો, પરંતુ એક છેડે કોઈ વિરાટ કોહલીને આઉટ કરી શક્યું ન હતું, અને તેણે 153 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલી આ વખતે સાઉથ આફ્રિકામાં કેટલા રન અને સદી ફટકારે છે.


