- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
- સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન સ્ટેડિયમમાં મેચ
- ભારતે આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ મેચ સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 કલાકે શરૂ થવાની છે. ભારત આજ સુધી સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી, તેથી રોહિત શર્માની કપ્તાનીમાં ભારત પાસે ઈતિહાસ રચવાની તક છે. જો ભારત આ સીરીઝ જીતશે તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર આવી જશે. ICC વર્લ્ડ કપ 2023 બાદ ભારતના દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્રથમ વખત કોઈ મેચ રમતા જોવા મળશે.
ટોસમાં વિલંબ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં વરસાદના કારણે આઉટફિલ્ડ અને પિચ ભીની હોવાના કારણે ટોસમાં વિલંબ થયો છે.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગમ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, લુંગી એનગીડી.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.


