- 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઊંચકાઈ શકે
- પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી
- પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે
રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે. આ સાથે જ 2 દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી ઊંચકાઈ શકે છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ હોવાથી ઠંડી ઘટી રહી છે. તેમજ પૂર્વ તરફથી આવતા પવનના કારણે ભેજ આવશે. જેની સાથે જ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 15.5 ડિગ્રી જ્યારે ગાંધીનગર 14 ડિગ્રી સુધી જોવા મળ્યું છે જ્યારે નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું રહ્યું છે.
આ વચ્ચે રાજ્યના ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. જેના કારણે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે તાપમાન સામાન્ય રહેશે. જેની સાથે જ ઠંડકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું. 28.7 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું છે. મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થવાને લીધે ઠંડીનો અનુભવ થઇ રહ્યો નથી.
આ તરફ રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.


