- વાડજના યુવકે ઉમિયા ઓવરસીસનો સંપર્ક કર્યો હતો
- કુડાસણમાં ઉમિયા ઓવરસીસની ઓફિસ આવી છે
- રૂ. 25 લાખ એજન્ટને આપ્યા છતા પી.આર ન મળ્યું
કેનેડાના પી.આર આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં વાડજના યુવકે ઉમિયા ઓવરસીસનો સંપર્ક કર્યો હતો. તેમાં કુડાસણમાં ઉમિયા ઓવરસીસની ઓફિસ છે. જેમાં મહિલા સહિત કુલ ત્રણ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
રૂ. 25 લાખ એજન્ટને આપ્યા છતા પી.આર ન મળ્યું
રૂ. 25 લાખ એજન્ટને આપ્યા છતા પી.આર ન મળ્યું તેથી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ત્રણમાંથી એક એજન્ટ અમેરિકા ભાગી ગયો છે. તથા ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરાઇ રહી છે. જેમાં ઈન્ફોસિટી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વાડજમાં રહેતા વ્યક્તિએ પોતાના દીકરાને કેનેડા મોકલવા માટે ઉમિયા ઓવરસીસનો સંપર્ક કર્યો હતો. તેમાં રૂપિયા 25 લાખ એજન્ટને આપ્યા હતા છતાંય પી.આર કરી આપ્યું નથી.
ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગર કુડાસણ ખાતે ઉમિયા ઓવરસીસની ઓફિસ આવેલી છે. તેમાં ત્રણમાંથી એક એજન્ટ અમેરિકા ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે વ્યકિતને રૂપિયા 25 લાખ બાબતે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેમજ ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


