- ડુમસ રોડ પર યુવતીને BRTS બસે લીધી અડફેટે
- રસ્તો ક્રોસ કરતી યુવતીને બસ ચાલકે અડફેટે લીધી
- યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાઇ
સુરતમાં BRTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. જેમાં ડુમસ રોડ પર યુવતીને BRTS બસે અડફેટે લીધી છે. રસ્તો ક્રોસ કરતી યુવતીને બસ ચાલકે અડફેટે લીધી છે. તેમાં યુવતી પર બસનું ટાચર ફરી વળ્યું છે. જેમાં યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાઇ છે. મંગળવાર સાંજે અકસ્માત થયો હતો.
BRTS સીટી બસ અક્સ્માતની વધુ એક ઘટના
BRTS સીટી બસ અક્સ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ડુમસ રોડ ક્રોસ કરતી યુવતી પરથી સિટી બસનું ટાયર ફરી જતાં ગંભીર ઇજા પહોંચી છે. કતારગામમાં BRTSના અક્સ્માતની ઘટના ભૂલાઈ નથી, ત્યાં વધુ એક ઘટના સામે આવી છે. ડુમસ રોડ પર લાન્સર આર્મી સ્કૂલની સામે સિટી બસનો ચાલક રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફટે લીધી છે. સુરતમાં મનપા સંચાલિતત બસે કાળો કેર વર્તાવ્યો છે, હાલમાં જ સામે આવેલા આંકડા પ્રમાણે, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત બસોએ અકસ્માતોની વણઝાર ઉભી કરી દીધી છે.
છેલ્લા ચાર વર્ષમાં બસોએ 54 અકસ્માત સર્જ્યા
છેલ્લા ચાર વર્ષમાં બસોએ 54 અકસ્માત સર્જ્યા છે, જેમાં 18 નિર્દોષ લોકોનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યુ છે. સતત વધી રહેલા બસ અકસ્માતોથી શહેરીજનો પણ ચિંતિત છે. તાજેતરમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. વર્ષ 2023માં 24 અકસ્માત નોંધાયા જેમાં 3 વ્યક્તિના મૃત્યુ અને 21 વ્યક્તિ ઘાયલ થયાં હતા. બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.


