- 150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે
- 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો
- 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે
અમદાવાદના ફ્લાવર શો નવુ નજરાણુ ઉમેરાયું છે. જેમાં સંસદ ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ભવ્ય સ્કલ્પચર જોવા મળશે. હવે માત્ર ફ્લેવર શોને 3 જ દિવસ બાકી છે. રાત દિવસ હજારો લોકો દ્વારા પુર જોશમાં ફ્લેવર શોની તૈયારી ચાલી રહી છે.
150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે
ફ્લેવર શોમાં 150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે. ફલાવર શોમાં AMC દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફલાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. ફલાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયબ્રન્ટ સમિટ હશે. ફલાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ પર જોવા મળશે. વિદેશના ફલાવર પણ લોકોના આકર્ષક માટે મુકાશે.
30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો
30 ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે. આ વર્ષના ફ્લાવર શોમાં દેશ-વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે. 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો ચાલશે. 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે 50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. વર્ષ 2013થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે.


