- મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી
- ગુજરાત ATS પણ તપાસમાં જોડાઇ
- RBI ગવર્નરને ધમકી ભર્યો ઇ – મેઇલ કર્યો હતો
મંગળવારે RBI ને મેઈલ કર્યો હતો. જેમાં મુંબઈના આરબીઆઈને વિસ્ફોટ કરી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં ત્રણ લોકોની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરબીઆઈને મેલ મોકલવા અને 11 સ્થળોએ વિસ્ફોટની ઉડાવી દેવાની ધમકી આપવા બદલ 3 લોકોની ધરપકડ કરી છે. ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે. ધમકી પાછળનો હેતુ સ્પષ્ટ નથી. હજુ તેની પૂછપરછ ચાલી રહી છે.
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને ધમકીભર્યો ઈમેલ મોકલનાર આરોપી પર મુંબઈ પોલીસે સુરક્ષા વધુ કડક કરી છે. આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની વડોદરાથી ધરપકડ કરી છે.
RBIને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો
નોંધનીય છે કે આરોપીઓએ મંગળવારે RBIને મેલ પર ધમકી આપી હતી. વ્યક્તિએ મેલમાં લખ્યું હતું કે RBI ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. આરોપીઓએ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજીનામું પણ માંગ્યું હતું. મુંબઈ પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
શું લખ્યું હતું ઈ-મેઈલમાં ?
આરોપીએ કહ્યું હતું કે તે ‘ખિલાફત ઈન્ડિયા’નો સભ્ય છે. તેમણે લખ્યું હતું કે, ‘RBI એ ખાનગી બેંકો સાથે મળીને ભારતના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેટલાક ટોચના બેંકિંગ અધિકારીઓ અને ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ છે. અમારી પાસે આ માટે પૂરતા નક્કર પુરાવા છે


