- ફિલ સોલ્ટ તેની T20 ક્રિકેટ કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચ્યો
- ODIમાં બાબર આઝમ ટોપ પર
- ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનનો જલ્વો
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફિલ સોલ્ટને મોટો ફાયદો થયો છે. ફિલ સોલ્ટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. આ શ્રેણીમાં ફિલ સોલ્ટે સતત બે મેચમાં બે સદી ફટકારી હતી. જે બાદ હવે ફિલ સોલ્ટ તેની T20 ક્રિકેટ કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે.
ફિલ સોલ્ટ બીજા સ્થાને પહોંચ્યો
હવે ફિલ સોલ્ટ ICC T20 બેટ્સમેનની રેન્કિંગમાં 802 રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ હજુ પણ પ્રથમ સ્થાને છે. ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ 887 રેટિંગ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 787 રેટિંગ સાથે ત્રીજા સ્થાને યથાવત છે.
વનડેમાં પ્રથમ સ્થાને છે બાબર આઝમ
બેટિંગ માટે ICC ODI રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ 824 રેટિંગ સાથે આ યાદીમાં ટોચ પર છે. શુભમન ગિલ હજુ પણ આ યાદીમાં બીજા સ્થાને છે. શુભમન ગિલ 801 રેટિંગ સાથે બીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાન પર છે. વિરાટ કોહલીના 768 રેટિંગ પોઈન્ટ અને રોહિત શર્માના 746 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર 745 રેટિંગ પોઈન્ટ સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.
ટેસ્ટમાં કેન વિલિયમ્સનનો દબદબો યથાવત
ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન બેટ્સમેનોની ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. કેન વિલિયમસનના 864 રેટિંગ પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડનો જો રૂટ 859 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 826 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા 808 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.
આદિલ રાશિદ ટોપ બોલર
બોલરોની ICC રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો સ્પિન બોલર આદિલ રાશિદ T20માં 726 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ODIમાં દક્ષિણ આફ્રિકાના સ્પિન બોલર કેશવ મહારાજ 716 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આ સિવાય ટીમ ઈન્ડિયાનો આર અશ્વિન 879 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સ્થાન પર છે.


