- વડોદરાના જાંબુવા બ્રિજ પાસે હાઇવે પર ચક્કાજામ
- હાઇવે પર ના બ્રિજ સાંકડા હોવાથી સમસ્યા
- બ્રિજ પાસે હાઇવે પર પણ પડ્યા છે ગાબડા
દેશના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ-મુંબઈના નેશનલ હાઇવે 48 પર ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે. આ વચ્ચે આજે સવારે વડોદરા નજીક 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ થયો છે. જોકે આ પ્રકારે ભારે ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાઇ ગયા છે. તેમજ બ્રિજ નાના હોવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, આજે વડોદરા પાસે નેશનલ હાઇવે પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો, જેમાં જાંબુવાબ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિકજામમાં ફસાઇ ગયા હતા. અવારનવાર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. અમદાવાદથી સુરત અને મુંબઈ તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે.
આ સાથે જ જાંબુવાબ્રિજની પર હાઇવે પર ના બ્રિજ સાંકડા હોવાથી સમસ્યા ઊભી થતી રહેતી હોય છે. તેમજ તૈયાર થયેલા બ્રિજ પાસે હાઇ વે પર ગાબડા પણ ઘણાં હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફની લેનમાં ભારે ટ્રાફિકજામ થયો છે, જેને કારણે વાહનોની વણજાર લાગી રહી છે. વાહનચાલકો પરેશાન થઈ જતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોના અનુસાર અહીં અવારનવાર ટ્રાફિકજામ થઈ જાય છે, જેને કારણે વાહનચાલકો ખૂબ જ પરેશાન છે. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી, અહીં આગળ સાંકડા બ્રિજ હોવાથી ત્યાં ખાડા પડી જતાં ટ્રાફિકજામ થઈ જાય છે. આ ઉપરાંત અકસ્માત થતાં અવારનવાર ટ્રાફિકજામ થતા હોય છે, જેથી જે સાંકડા બ્રિજ છે એને પહોળા કરવા જોઈએ માગણી કરવામાં આવી છે, જેની પર કોઈ કાર્યવાહી થઈ નથી.


