- પરીક્ષાના ફોર્મમાં એપ્રૂવલ બાકી હોવાથી બોર્ડે બે દિવસ મુદત લંબાવી
- લેઈટ ફી સાથેના ફોર્મ ભરવાની મુદત પણ 26મીના રોજ પૂર્ણ થઈ હતી
- બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કેટલાક આચાર્યોની બેદરકારી સામે આવી છે
ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કેટલાક આચાર્યોની બેદરકારી સામે આવી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ કુલ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મૂદત 26મીના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ કેટલાક ફોર્મમાં પ્રિન્સીપાલની એપ્રુવલ જ બાકી હોવાનું શિક્ષણ બોર્ડના ધ્યાને આવ્યું છે. જેથી બોર્ડ દ્વારા પ્રિન્સીપાલ એપ્રિવલ માટે વધુ બે દિવસની મૂદત લંબાવવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે રેગ્યુલર ફી સાથે 26 ઓક્ટોબરથી ઓનલાઈન ફેર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની મૂદત આજે તા.5 ડીસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. એ પછી કુલ તા.6 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીમાં કુલ ત્રણ તબક્કામાં મૂદત આપવામાં આવી હતી. આ દરમિયાન 1.30 લાખથી વધુ ફોર્મ ભરાયાં છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા કુલ 62 દિવસ સુધી ચાલી હોવા છતાં હજુ કેટલીક સ્કૂલના આચાર્યોએ ફોર્મમાં એપ્રિવલ જ આપી નથી, જે ઘોરબેદરકારીનું ઉદાહરણ પુરું પાડે છે. જેથી બોર્ડ દ્વારા સુચના અપાઈ છે કે, 26મી ડિસેમ્બર સુધીમાં શાળાઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપવાનું હોય તેઓએ પ્રિન્સીપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે.


