- 29થી 31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે
- 6થી 8 જાન્યુઆરી મહારાષ્ટ્ર, મુંબઈમાં વરસાદની શક્યતા
- દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા
ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 29થી 31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે 6થી 8 જાન્યુઆરી મહારાષ્ટ્ર, મુંબઈમાં વરસાદની શક્યતા છે. તેથી દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે.
29થી 30 ડિસેમ્બર બંગાળાના ઉપસાગરમા હલચલની શક્યતા
29થી 30 ડિસેમ્બર બંગાળાના ઉપસાગરમા હલચલની શક્યતા છે. ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. 1થી 5 જાન્યુ.મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તથા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટાની શક્યતા છે.
10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો થશે
સિસ્ટમ આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. તેમજ કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો થશે.


