- કપૂર ખાનદાનના ક્રિસમસ સેલિબ્રેશનના વાઇરલ વીડિયોનો વિવાદ
- રણબીરે કેક પર દારૂ રેડી ‘જય માતા દી’ બોલીને કેક સળગાવી
- આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી એફઆઇઆર દાખલ કરાઇ નથી
કપૂર ખાનદાન દ્વારા કરાયેલા ક્રિસમસ સેલિબ્રેશનનો એક વીડિયો વાઇરલ થયા બાદ બૉલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો સામે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર મુંબઇમાં પોલીસ ફરિયાદ થઇ છે. જોકે આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી એફઆઇઆર દાખલ કરાઇ નથી. અરજદારે તેના બે વકીલના માધ્યમથી ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો કે વાઇરલ વીડિયોમાં રણબીર કેક પર શરાબ રેડાયા બાદ ‘જય માતા દી’ બોલીને કેક સળગાવતો દેખાય છે. હિન્દુ ધર્મમાં અન્ય દેવી-દેવતાઓના આહવાન પૂર્વે સૌપ્રથમ અગ્નિદેવનું આહવાન કરાય છે પણ રણબીર અને તેના પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજોઇને નશીલા પદાર્થનો ઉપયોગ કર્યો અને ‘જય માતા દી’ કહ્યું તેનાથી ફરિયાદીની ધાર્મિક લાગણી દુભાઇ છે. અરજદારના વકીલોએ રણબીર સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.


