સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન
તા.૨૫ સપ્ટેમ્બર સુધી ભકતોને મળશે સીધો લાભ : શ્રાવણમાં સોમનાથ દાદાના દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ માટે શરૂ કરાયેલી સુવિધા
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ ભગવાન શિવના પ્રખ્યાત જ્યોતિર્લિંગોમાંના પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દર વર્ષે, દેશભરમાંથી લાખો ભક્તો બાબા સોમનાથના દર્શન કરવા માટે ગુજરાત આવે છે. યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ઉત્તર મધ્ય રેલ્વેએ એક ખાસ સુવિધા શરૂ કરી છે.
હવે, પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોના ભક્તો પ્રયાગરાજ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન દ્વારા સીધા સોમનાથ પહોંચી શકશે. રેલ્વે અનુસાર, આ ખાસ ટ્રેન 6 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. જેમાં ટ્રેન નંબર 04173 પ્રયાગરાજથી વેરાવળ માટે રવાના થશે. દર ગુરુવારે સવારે 10:10 વાગ્યે પ્રયાગરાજ જંકશનથી રવાના થશે. શુક્રવારે સાંજે 6:15 વાગ્યે વેરાવળ પહોંચશે. ટ્રેન નંબર 04174 વેરાવળથી પ્રયાગરાજ માટે ઉપડશે. દર શુક્રવારે રાત્રે 10:00 વાગ્યે વેરાવળથી ઉપડશે અને રવિવારે સવારે 5:50 વાગ્યે પ્રયાગરાજ જંકશન પર પહોંચશે.
ફતેહપુર, ગોવિંદપુરી, ઇટાવા જંકશન, ટુંડલા, આગ્રા ઇદગાહ, ભરતપુર, જયપુર, , કિશનગઢ અજમેર જંકશન, મારવાડ જંકશન, આબુ રોડ, પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાકાનેર,
રાજકોટ, નવાગઢ, જૂનાગઢ, વેરાવળ ખાતે ઉભી રહેશે, આ ટ્રેન કુલ 1675 કીલોમીટર દોડશે. જેમાં 26 સ્ટેશન પર ઉભી રહેશે, જો કે આ ટ્રેન પ્રયાગરાજથી ગુરૂવારે અને વેરાવળથી શુક્રવારે ઉપડશે. આ ટ્રેન રાત્રે 10 વાગ્યે વેરાવળથી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 5.50 વાગ્યે પ્રયાગરાજ પહોચાડશે.
ભક્તોને આનો લાભ મળશે
- સોમનાથ મંદિર સુધી સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે.
- અજમેર શરીફ અને માઉન્ટ આબુ જતા મુસાફરોને સુધારેલી કનેક્ટિવિટીનો આનંદ માણવા મળશે.
- વેરાવળથી દ્વારકાની મુસાફરી પણ પહેલા કરતાં ઘણી સરળ બનશે.
- લાંબા અંતરના મુસાફરોને ખાસ 20 કોચવાળી ટ્રેનમાં આરામથી મુસાફરી કરવાની તક મળશે.
- રેલ વન એપ દ્વારા ખાસ ટ્રેન માટે ટિકિટ સરળતાથી બુક કરાવી શકો છો.


