- શહેરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.8 ડિગ્રી ઊંચું, ઠંડી સાવ ઘટી ગઈ
- રાજ્યનાં 10 શહેરોમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર, નલિયામાં 10.8 ડિગ્રી
- શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત તાપમાનનો પારો ઉચકાતા ઠંડી સાવ ઘટી ગઈ છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ 2.6 ડિગ્રી જેટલો પારો ઉચકાયો છે. શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં હાલની સ્થિતિએ લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાવવુ જોઈએ, જે 5.8 ડિગ્રી ઉંચુ નોંધાઈ રહ્યું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાતી વિગતો મુજબ રાજ્યમાં કુલ 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોચી ગયું છે. રાજ્યમાં અત્યારે માત્ર કચ્છ પંથક અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછુ 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ, જ્યારે ભુજમાં 14.4 ડિગ્રી નોંધાયુ છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી અને કેશોદમાં 13.2 ડિગ્રી તાપમાન રહેતા ઠંડીનો ચમકારો અનુભવા હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 18.1 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, વિ.વિ.નગરમાં 18.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી, વલસાડમાં 17.9 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી, દ્વારકામાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 16.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં દિવસનુ તાપમાન ઘટી ગયું હતું, જે હવે નોર્મલ થઈ ગયુ છે, પરંતુ ઠંડીની જમાવટ શરૂ થઈ નથી.


