- QR કોડથી ટિકિટ માટે પેમેન્ટ કરી શકાશે
- 8 હજાર બસમાં QR કોડથી પેમેન્ટ સુવિધા શરૂ થશે
- બસમાં મુસાફરી કરતા 25 લાખ લોકોને મળશે સુવિધા
રાજયભરમાં શરૂ કરાશે ST બસમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા હાલમાં ટ્રાયલ ધોરણે ચાલી રહી હતી. જે આગામી દિવસોમાં રાજ્યભરમાં લાગુ પડશે. આ માટેનો નિર્ણય એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં પહેલી જાન્યુઆરીથી રાજ્યભરમાં એસટી બસમાં ઓનલાઈન પેમેન્ટની શરૂઆત થશે.
નોંધનીય છે કે, થોડાં સમય અગાઉ રાજ્યના એસટી વિભાગ દ્વારા ઓનલાઈન પેમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં2 મહિના પહેલા 3 વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ થઈ હતી. જે પછી હવે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે.
આ સાથે જ રાજ્યની 8 હજાર બસમાં 36 હજાર ટ્રીપમાં QR કોડથી પેમેન્ટ સેવા ઉપલબ્ધ થશે. તેમજ બસમાં મુસાફરી કરતા અંદાજિત 25 લાખ લોકોને ઓનલાઈન થી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. જેના કારણે છૂટાની માથાકૂટમાંથી પણ મુસાફરોને મુક્તિ મળી જશે.
આ અગાઉ રાજ્યના ત્રણ વિભાગમાં આ પ્રકારની વ્યવસ્થા શરૂ થઈ હતી. જેમાં જામનગર જુનાગઢ અને રાજકોટ વિભાગમાં છેલ્લા બે મહિનામાં 6,000 થી વધુ લોકોએ યુપીઆઈ પેમેન્ટનો લાભ લીધો છે. અને તેના પરિણામથી રાજ્યના બીજા વિભાગોમાં પણ તેની શરૂઆત કરવામાં આવી રહી છે.


