- પોલીસની GJ-18-GB-7269 નંબરની ગાડીની ચોરી
- ગાડીની ચોરી થતા સ્ટેટ કંટ્રોલરૂમમાં જાણ કરાઇ
- રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવી
રાજ્યમાં હવે કોઈ પણ પ્રકારની સુરક્ષા રહી નથી. જ્યાં એક તરફ લોકોના ઘરમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યાં બીજી તરફ હવે પોલીસની વસ્તુઓ પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે. દ્વારકામાં પોલીસની ફજેતી થઈ હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, દ્વારકામાં પોલીસની ગાડી ચોરી થઈ હોય તેવી માહિતી સામે આવી રહી છે. જેમાં પોલીસની GJ-18-GB-7269 નંબરની ગાડીની ચોરી થઈ હોવાની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી છે. જેના અંગે શોધખોળ શરૂ થઈ છે.
દ્વારકામાં આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ વિભાગ પણ દોડતું થયું છે. તેમજ પોલીની જ ગાડીની ચોરી થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં હવે પોલીસ વિભાગ પણ સુરક્ષિત નથી. જેની સાથે જ પોલીસે જો કોઈને માહિતી મળે તેની જાણ કરવા પણ જણાવ્યું છે.
આ અગાઉ મહિસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહીબિશનનો કબજે કરવામાં આવેલો દારૂ તથા પંખાઓ ચોરાઈ જતા ખળભળાટ મચી ગયો હતો. ખાસ વાત એ છે કે દારૂની આ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ ખુદ પોલીસ સ્ટેશનના જ કર્મચારીઓ નીકળ્યા. જે બાદ આ 6 પોલીસકર્મીઓ સામે પોલીસે જ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


