- સુરેન્દ્રનગરમાં પુરપાટ ઝડપે કાર વોકળામાં ખાબકી
- કાર વોકળામાં ખાબકતા 2 યુવકોના મોત થયા
- કારનો દરવાજો સેન્ટ્રલ લોક થતા બન્ને વોકળામાં ડૂબ્યા
સુરેન્દ્રનગરમાં પુરપાટ ઝડપે કાર વોકળામાં ખાબકી છે. જેમાં કાર વોકળામાં ખાબકતા 2 યુવકોના મોત થયા છે. લીંબડી શિયાણી રોડ પર કાર વોકળામાં ખાબકતા કારનો દરવાજો સેન્ટ્રલ લોક થતા બન્ને યુવાનો વોકળામાં ડૂબ્યા છે. ત્યારે ગામ લોકોએ પાણીમાં ડૂબેલી કારને બહાર કાઢી છે.
બે યુવાનોના ડુબી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત
લીંબડી શિયાણી રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી કાર પાણીના વોકળામાં ખાબકતા બે યુવાનોના ડુબી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. બંને યુવાનો લીંબડી તાલુકાના ઉઘલ ગામ છે અને હાલ રાજકોટ રહી પટોળા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. પટોળાના વેપાર અર્થે લીંબડી તાલુકાના શિયાણી તાવી અને લક્ષ્મીસર ગામે ગયા હતા. જેમાં પરત આવતા તેમની કાર પુરઝડપે આવતા અકસ્માતે ઘાઘરેટિયા નજીક પાણી ભરેલા વોકળામાં ખાબકી હતી.
લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી
અકસ્માત થતા કારનો દરવાજો સેન્ટ્રલ લોક થઈ જતા બંને યુવાનોના ડુબી જતા મોત થયા થયા છે. ઘટનાની જાણ થતાં 108 ટીમ અને ગામ લોકોએ પાણીમાં ડુબેલી કાર બહાર કાઢી હતી. તેમજ મૃતદેહોને લીંબડી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


