- લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં
- અન્ય પક્ષમાંથી નેતાઓ જોડવા રચાઈ સ્ક્રીનિંગ કમિટી
- પ્રદેશ સ્તરે 5 લોકોને સોંપાઈ જવાબદારી
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. જેમાં દિલ્હી બાદ ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં અન્ય પક્ષમાંથી નેતાઓ જોડવા સ્ક્રીનિંગ કમિટી રચાઈ છે. પ્રદેશ સ્તરે 5 લોકોને જવાબદારી સોંપાઈ છે. ભરત બોઘરાને કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.
પ્રદેશ સ્તરે 5 લોકોને જવાબદારી સોંપાઈ
રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશ મકવાણાનો કમિટીના સમાવેશ થયો છે. નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપીમાં એન્ટ્રી આપશે. કેટલાક રાજયોમાં કડવા અનુભવ બાદ કમિટી રચાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ કમિટીની રચના કરી છે. અન્ય પક્ષમાંથી નેતાઓ, કી વોટર , સામાજિક આગેવાનોને જોડવા સ્ક્રીનિંગ કમિટી રચાઇ છે. તેમાં પ્રદેશ સ્તરે 5 લોકોને જવાબદારી સોંપાઈ છે.
લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ભાજપ સાથે જોડવા 5 નેતાઓ સંકલન કરશે
લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ભાજપ સાથે જોડવા 5 નેતાઓ સંકલન કરશે. આ નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપી એન્ટ્રી આપશે. કેટલાક રાજ્યમાં ભાજપને થયેલા કડવા અનુભવ બાદ દેશભરમાં કમિટી રચવા આદેશ આપાયા છે.


