- ત્રણ વિદ્યાર્થીનીઓને રજા અપાઈ ત્રણ વિદ્યાર્થીની સારવાર હેઠળ
- 16 ગામડાના 150 વિદ્યાર્થી અપડાઉન કરતા હોવાની રજૂઆત
- સંગઠન વતી સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માગ: જિલ્લા ભાજપ મહામંત્રી
છોટાઉદેપુરના નસવાડીમાં છેડતીની ઘટના બની છે. 6 વિદ્યાર્થીનીઓને સારવાર હેઠળ ખસેડાઈ હતી. તથા ત્રણ વિદ્યાર્થીનીઓને રજા અપાઈ ત્રણ વિદ્યાર્થીની સારવાર હેઠળ છે. પરવેટાના સરપંચે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી માહિતી આપી છે.
સંગઠન વતી સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માગ: જિલ્લા ભાજપ મહામંત્રી
છોટાઉદેપુરમાં વિદ્યાર્થીની જીપમાંથી કૂદી પડવાની ઘટનામાં જિલ્લા ભાજપ મહામંત્રી ડી.એફ.પરમારની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત થઇ છે. જેમાં સંગઠન વતી સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માગ કરશે. તથા બસ સેવાને લઈ પણ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યું છે.
છોટાઉદેપુરના નસવાડીમાં છેડતીની ઘટના
16 ગામડાના 150 વિદ્યાર્થી અપડાઉન કરતા હોવાની રજૂઆત છે. જેમાં શાળા સમયે બસની સુવિધા આપવા માગ કરી છે. અગાઉ રજૂઆત કરવા છતાં એસટી બસની સુવિધ અપાઈ નથી તેમ પણ જણાવ્યું છે. પીકપ જીપમાં છ વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટનામાં છ દીકરીઓ પૈકી ત્રણ સારવાર હેઠળ છે. જયારે ત્રણને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી રજા અપાઈ છે. સ્થાનિક સરપંચે સંદેશ ન્યૂઝ સમક્ષ જણાવ્યું છે કે તેમના 16 ગામડાના 150 વિદ્યાર્થીઓ શાળાએ જવા દરરોજ અપડાઉન છે છતાંય એસટી બસની સુવિધા નથી. એસટી બસની સુવિધા મળે તેની માંગ કરી છે. અગાઉ સરપંચે રજુઆત કરી હતી છતાય બસ સુવિધા માટે બાબત ધ્યાને ન લેવાઈ હોવાના આક્ષેપ સ્થાનિક સરપંચે સંદેશ ન્યૂઝ સમક્ષ કર્યા છે.


