- એક વર્ષમાં શેરબજારમાં ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં 25.53 લાખનો વધારો
- ગુજરાતી ઇન્વેસ્ટર 2023માં સરેરાશ રૂ. 8,27,495 કમાયો
- ભારતીય શેરબજારો માટે 2023નું વર્ષ ઘણું જ ફયદાકારક સાબિત થયું છે
ભારતીય શેરબજારો માટે 2023નું વર્ષ ઘણું જ ફયદાકારક સાબિત થયું છે. ગુજરાત સહિત દેશભરમાંથી IPO, સેકન્ડરી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફ્ંડ મારફ્ત બહોળા પ્રમાણમાં રોકાણ આવ્યું છે. જેના કારણે માર્કેટમાં FIIની વેચવાલી હોવા છતાં બજારમાં સુધારો ટકી ગયો હતો. નાના મોટા સૌ રોકાણકારોને શેરબજારની તેજીનો લાભ મળતા ઇન્વેસ્ટર્સના રોકાણ મૂલ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આંકડા પર નજર કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નું માર્કેટ કેપિટલાઈઝેશન 29% વધીને રૂ. 364.28 લાખ કરોડ (રૂ. 3,64,28,846 કરોડ) પહોંચી ગયું છે. કેલેન્ડર વર્ષ 2022ની સરખામણીએ માર્કેટ કેપમાં રૂ. 81.90 લાખ કરોડનો વધારો થયો છે.
BSEના આંકડાનું કમ્પાઇલેશન કરતા સામે આવ્યું કે, ગુજરાતના રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 12.28 લાખ કરોડ (રૂ. 12,28,590 કરોડ)નો વધારો થયો છે. ગુજરાતમાં આશરે 1.48 કરોડ રોકાણકારો છે અને આ હિસાબે વર્ષ 2023 દરમિયાન રાજ્યનો દરેક રોકાણકાર શેરબજારમાંથી રૂ. 8,27,495 કમાયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે, પહેલાની તુલનામાં રોકાણકારોમાં પેનિક સેલિંગ ઓછુ રહે છે. રીટેલ ઇન્વેસ્ટર્સ હવે સમજતા થયા છે કે સારું વળતર જોઈતું હોય તો પોઝીશન હોલ્ડ કરાવી જોઈએ અને તેના પરિણામે જ માર્કેટ કેપ અને ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં વધારો જોવા મળી રહ્યો છે.
રોકાણકારોનો બજાર પર કોન્ફ્ડિેન્સ વધ્યો છે
ઓસિયન ફ્નિવેસ્ટના ફઉન્ડર સમીર વોરાએ જણાવ્યું કે, 2023નું વર્ષ એ 2017 પછી સૌથી ઊંચું રીટર્ન આપનારું વર્ષ રહ્યું છે. ભારતીય શેરબજાર અને સાથે જ રોકાણકારો પણ હવે પરિપક્વ બન્યા છે જેના કારણે બજારમાં વોલેટિલિટી આવે તો પણ રીટેલ ઇન્વેસ્ટર્સ બજાર સાથે જોડાયેલા રહે છે. બજારમાં ચઢાવ-ઉતાર આવે તો પણ રોકાણકાર હવે પહેલાની જેમ ગભરાતો નથી અને પેનિક ઓછુ જોવા મળે છે. આ જ કારણે તેમને તેમના રોકાણ પર વળતર પણ સારું મળી રહ્યું છે. ગત વર્ષ દરમિયાન મેન્યુફેક્ચરિંગ, કેમિકલ્સ, ડીફેન્સ, ઓટો અને પબ્લિક સેક્ટર કંપનીઓ (PSU)માં સારું રોકાણ જોવા મળ્યું હતું.
ઇન્વેસ્ટર્સની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે
બોમ્બે સ્ટોક એક્સચેન્જના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સના ફ્ગિર્સ જોઈએ તો 2023 દરમિયાન ગુજરાતમાંથી રોકાણકારોની સંખ્યામાં 20.77%નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2023ના અંતે ગુજરાતમાં 1.48 કરોડથી વધુ રોકાણકારો (1,48,47,100 રોકાણકારો) નોંધાયા હતા. આ વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં 25.23 લાખનો ઉમેરો થયો છે. ઇન્વેસ્ટર્સની સંખ્યાના મામલે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે છે. 2.97 કરોડ રોકાણકાર સાથે મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે. ભારતમાં કુલ 15.48 કરોડ રોકાણકારો છે.


