- રૂ. 60 લાખના કિમંતનુ 595 ગ્રામ ડ્રગ્સ પકડાયું હતું
- શાહિદ કુરેશી અને સાકિબ શેખની ધરપકડ
- છારોડી પાસેથી ઝડપાયેલ ડ્રગ્સ કેસના હતા આરોપી
રાજ્યમાં 31 ડિસેમ્બરના લઈને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નશીલા પદાર્થ સામે મોટી ડ્રાઈવ ચલાવવામાં આવી છે. આ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના મામલામાં કાર્યવાહી હાથ ધરી છે. બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અલગ અલગ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા ઘણાં સમયથી ફરાર બે પેડલરોની ધરપકડ કરી છે. જેમાં બંને આરોપીઓને 60 લાખના ડ્રગ્સના મામલામાં ઝડપી લઈને કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અગાઉ 594 ગ્રામ અને 800 મિલીગ્રામ ડ્રગ્સ ઝડપાયુ હતુ.
ડ્રગ્સના વિશાળ જથ્થાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આરોપી શાહિદ કુરેશી નામના પેડલરને જુહાપુરામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાકીબ શેખની દરીયાપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 20 ઓક્ટોબરે જાકીર હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી.


