- મહેસાણામાં 2થી 3 જગ્યાએ ઇન્કમટેક્સના દરોડા
- નાઈટ ક્લબના સંચાલકને ત્યાં ઇન્કમટેક્સના દરોડા
- તપાસમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના
ગોવાની નામાંકિત નાઈટ ક્લબના ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટકયું છે. જેના મામલેના કનેક્શન ગુજરાતમાં પણ નીકળ્યું હોવાની માહિતી સામે આવી છે. જેમાં મહેસાણામાં રહેતા નાઈટ ક્લબના સંચાલકને ત્યાં IT વિભાગના દરોડા ગોવાની સાથે મહેસાણામાં પણ બે થી ત્રણ જગ્યાએ ચાલી રહ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, ગોવાની ડેલ્ટા કલબમાં ઇન્કમ ટેક્સ રેડમાં મહેસાણા નું કનેક્શન ખુલ્યું છે. મહેસાણા ખાતે રહેતા કલબ ના માલિક કમલેશ સોમભાઈ પટેલના ત્યાં દરોડા પડ્યા છે. આ વચ્ચે ત્રણ સ્થળે ઇન્કમટેક્સ નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શોભાસણ રોડ ઉપર આવેલી ઓફિસ,જોના પાર્ક સોસાયટીમાં આવેલા મકાન અને GIDC-191 નંબરના પ્લોટ ઉપર દરોડા પડ્યા છે.
બેંગ્લોર ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે વિવિધ દસ્તાવેજો પર નજર રાખવામાં આવી રહી છે. ગોવાની સાથે મહેસાણામાં પણ બે થી ત્રણ જગ્યાએ દરોડાની કાર્યવાહી થઈ રહી છે. તેમજ તપાસ નાઅંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.


