- છોકરીઓ કૂદયા બાદ જીપે મારી પલ્ટી
- વાલીઓની કડક કાર્યવાહી કરવા માગ
- નસવાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
માસુમ બાળકીઓ સાથે છેડતીની ઘટના સામે આવી રહી છે. જેમાં છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની સલામતી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. છોટાઉદેપુરના કોસીંદ્રામાં વિદ્યાલયની છ કન્યાઓ પોતાની શાળાએથી કુંડીયા ઘરે જવા માટે ખાનગી જીપનો ઉપયોગ કરતી હતી ત્યારે ચાલુ જીપમાં વિદ્યાર્થીઓની સાથે છેડતી કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, છોટાઉદેપુરના કોસીંદ્રામાં એક વિદ્યાલયમાં અભ્યાસ કરતી 6 છોકરીઓ પોતાની શાળાથી ઘરે જવા માટે પીકપ જીપનો ઉપયોગ કરી રહી હતી. આ દરમિયાન અચાનક જ છોકરીઓ પોતાની જીપમાંથી કૂદી પડી હતી. આ પછી પીક્પ જીપ પણ પલ્ટી મારી ગઈ હતી.
જેના અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, જ્યારે છોકરીઓ જીપમાં બેઠી હતી ત્યારે અંદર બેસેલા વ્યક્તિઓ દ્વારા તેમની છેડતી કરવામાં આવી રહી હતી. આથી છોકરીઓ ગભરાઈને કુદી પડી હતી. જેમાંથી બે છોકરીઓને તાત્કાલિક દવાખાનામાં ખસેડવામાં આવી છે.
આ અંગેની જાણ કુંડીયા ગામના વાલીઓને થતાં તેઓ તાત્કાલિક નસવાડી દવાખાને પહોંચ્યા હતા. તેમજ તેમને પણ ઘટનાની જાણ થતાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. નસવાડી પોલીસ દવાખાને પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે.


