- પ્રવાસીઓ હસ્તકલા વિષે જાણકારી મેળવી ખરીદી કરી રહ્યા છે
- ભુજોડી ગામે વણાટકામમાં ભારે નામના મેળવી
- રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની ભીડ લાગી
ભુજ તાલુકાનું ભુજોડી ગામ હસ્તકલા માટે જાણીતું છે. ગામમાં 300 જેટલા પરિવાર હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં રણોત્સવના કારણે ભુજોડી ગામ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. ભુજ તાલુકાનું ભુજોડી ગામએ દેશ વિદેશમાં ભારે નામના મેળવી છે.
રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની ભીડ લાગી
ભુજોડી ગામમાં વણકર અને રબારી પરિવાર વર્ષો જુની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે. દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ ભુજોડી ગામની મુલાકાત લેવાનું ચુકતા નથી. ભુજોડી ગામની મુલાકાતે આવતા પ્રવાસીઓ વિવિધ હસ્તકલા વિષે જાણકારી મેળવી ખરીદી કરી રહ્યા છે. ભુજોડી ગામના વણકર અને રબારી સમાજના કારીગરો પરંપરાગત હાથવણાટ કારીગરી કરી રહ્યા છે. કારીગરો પોતાની કોઠાસુજથી સાલ, કચ્છી ધાબળા, શેતરંજી, ટેબલ મેટ, આસન તેમજ સાડીઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. ભુજોડી ગામના કારીગરો બનાવવમાં આવતી વિવિધ હસ્તકલા કારીગરીની સારી એવી માંગ રહે છે. દિવાળીના વેકશન અને રણોત્સવ દરમિયાન અહિયા પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.

ભુજોડી ગામે વણાટકામમાં ભારે નામના મેળવી
ભુજોડી ગામે વણાટકામમાં ભારે નામના મેળવી છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અચૂક ભુજોડી ગામની મુલકાત લઇ રહ્યા છે. પ્રવાસીઓ સાથોસાથ ફેશન ડીઝાઈનમાં કામ કરતા વિદ્યાર્થી પણ ગામની મુલાકાતે આવી રહ્યા છે અને કચ્છની પરંપરાગત ટ્રેડીશનલ હસ્તકલા વિષે જાણકારી મેળવી રહ્યા છે. કચ્છનું નાનકડું ભુજોડી ગામ હસ્તકલા માટે વિશ્વ વિખ્યાત બન્યુ છે.


