- લોડિંગ લિફ્ટમાં 6 વર્ષના માસુમનું માથું ફસાતા મોત
- લુમ્સના ખાતાની લોડિંગ લિફ્ટમાં ફસાતા મોત
- ગંભીર હાલતમાં સિવિલ ખસેડાતા મૃત જાહેર કરાયો
સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા બાળકનું મોત થયુ છે. જેમાં લોડિંગ લિફ્ટમાં 6 વર્ષના માસુમનું માથું ફસાતા મોત થયુ છે. લુમ્સના ખાતાની લોડિંગ લિફ્ટમાં ફસાતા આ ઘટના બની છે. જેમાં ગંભીર હાલતમાં સિવિલ લવાતા બાળકને મૃત જાહેર કરાયો છે.
ડોક્ટરોએ માસુમ દીકરાને મૃત જાહેર કર્યો
સચિન વિસ્તારમાં આ ગોઝારી ઘટના બની છે. લુમ્સના ખાતાની લોડિંગ લિફ્ટમાં 6 વર્ષના માસુમનું માથું ફસાઈ જતા મોત થયુ છે. લિફ્ટમાં 6 વર્ષના માસુમનું માથું ફસાઈ ગયા બાદ ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો હતો. જમવાનો સમય હતો અને બાળક રમતા રમતા લિફ્ટ સુધી પહોંચી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ તમામ લોકો દોડી ગયા હતા.તાત્કાલિક શેઠની કારમાં સિવિલ લઈ જતા ડોક્ટરોએ માસુમ દીકરાને મૃત જાહેર કર્યો હતો.
મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો
અગાઉ વડોદરામાં લીફ્ટમાં માથુ ફસાઈ જતાં એક મહિલાનું મોત નિપજ્યું હતુ. ઘટના વડોદરાના આજવા રોડ વિસ્તારમાં બની હતી. સરદાર એસ્ટેટમાં મારૂતિ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મહિલા હાઈડ્રોલિક લિફ્ટમાં જઈ રહી હતી. તે સમયે લિફ્ટ અને છત વચ્ચે માથુ આવી જતાં મહિલાનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું. સમગ્ર મામલાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું. અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.


