- યશ કંસારા નામનો યુવક તેની પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો
- ફોટો પાડતી વખતે પગ લપસતા યુવક નદીમાં પડી જતા મોત થયુ
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ઘરી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની આદત જીવલેણ સાબિત થઈ છે. ફોટો પાડતી વખતે પગ લપસતા યુવક નદીમાં પડી જતા મોત થયુ છે. જે મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ઘરી છે.
યશ કંસારા નામનો યુવક તેની પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો
જો બનાવની વાત કરીએ તો યશ કંસારા નામનો યુવક તેની પત્ની સાથે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે ફોટો પાડતી વખતે પગ લપસતા યુવક નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે હજી પણ નવયુવાનો પોતાના જીવની ચિંતા કર્યા વિના જોખમી સેલ્ફી લઈ રહ્યા છે. ત્યારે બેદરકાર નવયુવક ક્યારે આવી જોખમી સેલ્ફી લેતા અટકશે અને તેમને રોકવા પોલીસ વિભાગ શું કાર્યવાહી કરશે તે જોવુ મહત્વનું છે.
રિવરફ્રન્ટનું આકર્ષણ કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ
રિવરફ્રન્ટનું આકર્ષણ કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે. ઘટના એવી છે કે ઘોડાસરમાં રહેતો યશ કંસારા નામનો યુવક પોતાની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા. ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસે પગ લપસતા યશ કંસારા નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


