- દેશમાં જાતિ આધારીત અનેક મતભેદો
- ધર્મ-જાતિના નામે અસામાજીક તત્વો ફેલાવે છે આતંક
- આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે
દેશમાં જાતિ આધારીત અનેક મતભેદો થઇ રહ્યા છે. અનેક જગ્યાએ ધર્મ અને જાતિના નામે અસામાજીક તત્વો લોકોને ભડકાવાના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં હવે સુપ્રીમ કોર્ટે જેલમાં જાતિ આધારિત ભેદભાવ અંગેની PIL પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ અને 11 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે. PIL માં કહેવામાં આવ્યું છે કે, આ તમામ રાજ્યોના જેલ નિયમોના આધારે થશે.
SCએ જેલમાં જાતિના આધારે ભેદભાવના આરોપો પર કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે PILની સુનાવણી દરમિયાન આ કાર્યવાહી કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યોના જેલ નિયમો જેલમાં જાતિના આધારે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.
જેલમાં જાતિ આધારીત ભેદભાવ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બુધવારે આ કેસની સુનાવણી કરી હતી. આમાં વરિષ્ઠ વકીલ એસ મુરલીધરે જણાવ્યું કે કેવી રીતે 11 રાજ્યોના જેલ નિયમો તેમની જેલમાં કામની વહેંચણીમાં ભેદભાવ કરે છે અને કેદીઓને જાતિના આધારે રાખવામાં આવે છે. વરિષ્ઠ એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક અપ્રમાણિત આદિવાસીઓ અને રીઢો ગુનેગારો સાથે અલગ વર્તન કરવામાં આવે છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.
4 અઠવાડિયા બાદ સુનાવણી થશે
કોર્ટે એડવોકેટ એસ મુરલીધરને તમામ રાજ્યોના જેલ નિયમો એકત્રિત કરવા માટે કહ્યું અને અરજીને 4 અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે બેન્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને અન્યોને નોટિસ પાઠવી હતી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને મહારાષ્ટ્રના કલ્યાણની વતની સુકન્યા શાંતાએ દાખલ કરેલી PILમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સાથે વ્યવહાર કરવામાં કોર્ટને મદદ કરવા જણાવ્યું હતું. આખરે જેલની વ્યવસ્થા કોના દ્વારા ડહોળવામાં આવી તેને લઇ અનેક તર્કવિતર્ક છે.


