- રાજકોટ રુરલ SOGએ નાનામાત્રા ગામે દરોડા પાડ્યા
- ગામની વાડીમાંથી ગાંજાનો જથ્થો SOGએ પકડી પાડ્યો
- 127 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી
રાજકોટના વિંછીયામાં એક ખેતરોમાંથી ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ રુરલ SOGએ નાનામાત્રા ગામે દરોડા પાડ્યા છે. તેમાં 127 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે દરોડો પાડ્યો
રાજકોટ રૂરલ SOG પોલીસે વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે દરોડો પાડ્યો હતો. મોટા પ્રમાણમાં નાનામાત્રા ગામની વાડીમાંથી ગાંજાનો જથ્થો SOGએ પકડી પાડ્યો છે. વિંછીયાનું નાનામાત્રા વાડીમાં 127 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. નાનામાત્રા ગામની વાડીમાં પોલીસે દરોડા કરી વિનુભાઇ ઉર્ફે વિનાભાઇ સ/ઓ મશરૂભાઇ ગ્રાંભડીયાની ધરપકડ કરી છે. સ્થાનિક લોકોની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડના વાવેતરનો જથ્થો 127 કિલોગ્રામ જેની કિ.રૂ.12,70,000 થાય છે તેને ઝડપી પાડ્યો છે. વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાન સોંપી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઇ રહી છે.
48 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી
થોડા દિવસ પહેલા પણ રાજકોટમાં ગાંજો ઝડપાયો હતો. રાજકોટ, વલસાડ અને ભાવનગરથી ગાંજો ઝડપાયો હતો. રાજકોટમાં વિંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 48 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. ધનજી કોળીએ 12 એકરમાં ગાંજાની ખેતી કર્યાનો આરોપ હતો.


