- ચીખલીના આલીપોર ગામે ATSની કાર્યવાહી કરી
- આલીપોરથી એક શખ્સને પૂછપરછ માટે લઇ જવાયો
- સંદિગ્ધ શખ્સને પૂછપરછ માટે અમદાવાદ લઇ જવાયો
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ATS ની મોટી કાર્યવાહી સામે આવી રહી છે. જેમાં નવસારી જિલ્લામાં ચીખલી નજીક આલીપોર ગામે રાજ્યની ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વચ્ચે આલીપોરથી એક શખ્સને પૂછપરછ માટે લઇ જવાયો હોવાની વિગતો સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં શંકાસ્પદ વ્યક્તિ સામે ATS એ કાર્યવાહી કરી છે. ચીખલીના આલીપોર ગામેથી એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરાઈ છે. ATS દ્વારા શંકાસ્પદ ઈસમને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો છે.
તેની સાથે જ શંકાસ્પદ ઈસમ સામે ક્યા મુદ્દે પૂછપરછની કાર્યવાહી રહી છે એની હજી કોઈ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેમજ તેની પાસેથી ક્યા પ્રકારના દસ્તાવેજો અને ક્યા પ્રકારની વિગતો મળી છે તેના પણ તપાસ થઈ રહી છે.


