- ક્રિસમસની સાફસફાઇ કરતાં મહિલાને મળી જૂની લોટરીની ટિકિટ
- 2021માં ખરીદી હતી સુપર લોટરીની ટિકિટ, બે વર્ષ બાદ કર્યો ક્લેઇમ
- જર્મનીની મહિલા રાતોરાત બની ગઈ 1,10,000 ડોલરની માલકીન
માણસનું નસીબ રાતોરાત બદલાઈ શકે છે, આવું ઘણી વખત જોવા પણ મળ્યું છે. આવું જ કંઈક જર્મનીમાં એક મહિલા સાથે થયું, ઘરની સાફસફાઇ કરતી વખતે 2 વર્ષ જૂની લોટરીની ટિકિટ મળી, ત્યારબાદ આ મહિલાની કિસ્મત પલટાઈ ગઈ અને તે રાતોરાત કરોડપતિ બની ગઈ.
મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલા જર્મનીની રહેવાસી છે, જેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. આ મહિલા ક્રિસમસ માટે પોતાના ઘરની સાફસફાઇ કરી રહી હતી. સાફસફાઇ દરમિયાન મહિલાને બે વર્ષ જૂની લોટરીની ટિકિટ મળી. રિપોર્ટ અનુસાર, મહિલાએ ફેબ્રુઆરી 2021માં સુપર 6 લોટરી રમી હતી. તેણીએ કથિત રીતે ટિકિટ ડેસ્કના ડ્રોઅરમાં મૂકી હતી અને બાદમાં ભૂલી ગઈ હતી, પરંતુ ક્રિસમસનો તહેવાર આવતો હોવાથી સફાઈ કરતી વખતે મહિલાને આ જૂની ટિકિટ મળી હતી.
બે વર્ષ બાદ કર્યો ક્લેઇમ
મહિલાએ જોયું કે તેણે હજુ સુધી લોટરી ટિકિટનો ક્લેઇમ કર્યો નથી અને તેનો દાવો કરવા માટે હજુ સમય હતો. એવામાં, મહિલાએ અંદાજે 110,000 ડોલર (91 લાખ રૂપિયા) જીતી લીધી. લોટરી જીત્યા બાદ મહિલાએ કહ્યું, ‘મને વિશ્વાસ નથી આવતો, એવું લાગે છે કે જાણે ભૂલી ગયેલો ખજાનો ફરી મળી ગયો છે.’ મહિલા હવે આ પૈસા રજાઓ માટે વાપરવા માંગે છે.


