- જાહેર કરી રેડકોર્નર નોટિસ ઈશ્યૂ કરાશે
- છારોડી ખાતેના ફાર્મ હાઉસમાં બલ્ગેરિયન યુવતીને સાથે રાખી પંચનામુ કરાયું
- યુવતીનું ફરીથી નિવેદન લેવાયું, મુખ્ય ઓફિસના કર્મીઓની પણ પૂછપરછ કરાશે
કેડિલાના સીએમડી રાજીવ મોદી અને જ્હોન્સન મેથ્યૂસ સામે 27 વર્ષીય બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ, જાતીય સતામણી, માર મારીને બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસની સમગ્ર તપાસ સેકટર-1 જેસીપી ચિરાગ કોરડિયાના સુપરવિઝનમાં ચાલી રહી છે. તેમણે પોલીસ કર્મીઓ સાથે બંધબારણે મિટિંગ યોજીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો પોલીસે રાજીવના છારોડી ખાતેના ફાર્મ હાઉસમાં યુવતીને સાથે રાખીને પંચનામુ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે દુભાષિયાને વચ્ચે રાખીને યુવતીનું ફરી વખત નિવેદન લીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિદેશ ભાગેલા રાજીવને પૂછપરછ માટે બોલાવશે અને નહિ આવે તો રેડકોર્નર નોટિસ ઇશ્યૂ થઇ શકે છે.
ગુજરાત હાઇકોર્ટના હુકમને આધારે કેડિલા ફર્માના સીએમડી ડો. રાજીવ મોદી સામે તેમની પર્સનલ આસિસટન્ટ અગાઉ કામ કરતી બલ્ગેરિયન યુવતીની ફરીયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પોલીસે રાજીવના છારોડી ખાતેના ફર્મ હાઉસમાં યુવતીને સાથે રાખીને પંચનામું કર્યું અને તેનું નિવેદન નોંધ્યું હતું. આટલું જ નહિ રાજીવની ઓફિસમાં કામ કરતા તેના નીકટના કર્મચારીઓના પણ નિવેદન લેવાશે.
રાજીવ મોદીએ ફાર્મ હાઉસમાં યુવતીઓ માટે ખાસ રૂમ બનાવ્યા
બલ્ગેરિયન યુવતીએ આક્ષેપ કર્યો છે કે રાજીવ મોદીના ફાર્મહાઉસમાં યુવતીઓને રાખવા માટેના અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા હતા. ફાર્મહાઉસમાં યુવતીના આક્ષેપોને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.


