- સગીરને વાહન ચલાવવા આપતા પહેલા સાવધાન
- નહી તો વાહન માલિકને થશે 3 વર્ષની જેલ, 25 હજારનો દંડ
- UP સરકાર દ્વારા લાવવામાં આવ્યો નિયમ
સામાન્ય રીતે મા બાપ એવુ ઇચ્છે છે તે પોતાના બાળકને સ્હેજ પણ તકલીફ ન પડે. તેમાં પણ ભણવાની બાબતે તો મા બાપ એટલા સતર્ક રહે છે કે સારામાં સારા ટ્યુશન, સ્કૂલ અને મન ગમતી વસ્તુઓ પણ અપાવી દે છે. બાળક બોર્ડમાં સારા માર્કે પાસ થાય એટલે ઘણા માતા પિતાનો તો ટુ વ્હિલર લાવી આપતા ખચકાતા નથી. પરંતુ હવે ચેતી જજો. જો તમે સગીર બાળકને વાહન ચલાવવા આપ્યું છે તો દંડાશો.
વાહન માલિકને થશે દંડ
જી, હા સગીરને વાહન ચલાવવા આપ્યુ તો 3 લાખ અને 25 હજારનો દંડ થશે. આ નિયમ લાવવામાં આવ્યો છે યુપીમાં. જેમાં 18 વર્ષની ઓછી વય ધરાવતા કિશોર-કિશોરીઓએ વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છો. નહી તો વાહનના માલિકને દંડ ફટકારવાનું નક્કી કરાયું છે.
યુપી ટ્રાન્સપોર્ટ ટ્રાફિક ઓફિસ દ્વારા આદેશ
તમને જણાવી દઈએ કે આ આદેશ ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટ ટ્રાફિક ઓફિસ દ્વારા માધ્યમિક શિક્ષણ નિયામકને મોકલવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને પગલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વાલી (વાહન માલિક) 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા માટે આપે છે, તો તે પોતે તેના માટે જવાબદાર રહેશે. જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે તો તેના વાલી કે વાહન માલિકને 3 વર્ષ સુધીની જેલ અને 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત વાહનનું લાઇસન્સ પણ રદ કરવામાં આવશે.


