- ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છમાં કાતિલ ઠંડી
- નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર
- ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર થશે અસર
હવામાનને લઇ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી
ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર અસર થશે. તેમજ અરબીસમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા છે. તથા 7 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટાની શક્યતા છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટા ફેરફાર થશે. આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરુ થયો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને, કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી છે.
7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા
આ વર્ષે કોલ્ડવેવની શક્યતા નહિવત છે. અલનિનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. અરબીસમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. તેમજ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે.


